અલવિદા / સિરીયલ 'યે રિશ્તા'ને વધુ એક ઝટકો, વધુ બે સ્ટાર્સે શૉ છોડ્યો

Jun 11,2019 3:01 PM IST

સ્ટારપ્લસનો મહત્વનો શૉ યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં 5 વર્ષનો લીપ આવ્યો છે. જે સાથે જ શૉને ઘણાં સ્ટાર્સે અલવિદા કહી દીધું છે. પારૂલ ચૌહાણ, મોહિના સિંહ, દેબોલિના ચેટર્જી બાદ હવે સિરીયલના લવ કુશ એટલે કે શુભ અને શ્રેષ્ઠે પણ શૉ છોડી દીધો છે. બંનેએ ઈન્સ્ટા એકાઉન્ટ પર ગુડબાય મેસેજ કર્યો છે. શૉમાં 5 વર્ષના ગેપના લીધે બંનેએ શૉ છોડ્યો હોવાની ચર્ચા છે. શુભ અને શ્રેષ્ઠ સિરીયલમાં કાર્તિકના કઝીન બ્રધર્સનો રોલ પ્લે કરતા હતા. નાયરાના મોત બાદ કાર્તિકના અપોઝિટમાં પંખુડી અવસ્થીની એન્ટ્રી થશે, જેની સાથે પરિવારજનો કાર્તિકના લગ્ન કરાવવા માગે છે.