સફળતા / ‘યે રિશ્તા’ના 3000 એપિસોડ પુરા, સ્ટારકાસ્ટે રાખી હાઉસ પાર્ટી

Sep 13,2019 2:24 PM IST

સિરીયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈએ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીઝમાં નવો રેકોર્ડ બનાવી લીધો છે, આ સિરીયલે 3000 એપિસોડ પુરા કરી લીધા હોય શૉની સ્ટાર કાસ્ટે સફળતાનો જશ્ન મનાવ્યો હતો. ક્રુ મેમ્બર્સથી લઈ સ્ટાર કાસ્ટે એક હાઉસ પાર્ટી યોજી હતી. જેમાં શૉમાં ટ્રેડિશનલ અવતારમાં જોવા મળતા કેરેક્ટર્સ મોર્ડન અવતારમાં જોવા મળ્યા હતા. આ શૉ 11 સપ્ટેમ્બર 2011ના રોજ શરૂ થયો હતો. જેણે હાલમાં જ 11 વર્ષ પુરા કર્યા છે. હાલ શૉ કાર્તિક અને નાયરાની જિંદગીની આસપાસ ફરે છે. જેમાં કાર્તિકનું કેરેક્ટર મોહસિન ખાન અને નાયરાનું કેરેક્ટર શિવાંગી જોશી પ્લે કરે છે.