મુંબઈના ડાન્સ ગ્રૂપે અમેરિકાઝ ગૉટ ટેલેન્ટમાં ધમાલ મચાવી, દર્શકોએ પણ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું

Sep 09,2019 2:53 PM IST

યૂએસએના જાણીતા ડાન્સિંગ શો અમેરિકાઝ ગૉટ ટેલેન્ટમાં મુંબઈના ડાન્સરોએ જે રીતે અદભૂત પર્ફોર્મન્સ આપ્યું હતું તે જોઈને ઓડિયન્સ અને જજો પણ તેમના પર આફરિન થઈ ગયા હતા. મુંબઈના સ્લમ એરિયામાં રહેતા ટેલેન્ટ યુવક અને યુવતીઓએ V.Unbeatable ડાન્સ ગ્રૂપ બનાવ્યું છે. જેમાં 12થી લઈને 27 વર્ષની ઉંમરના યુવક-યુવતીઓ છે. આ ડાન્સ ગ્રૂપે અમેરિકન ડાન્સ શોમાં એવું ધમાકેદાર પર્ફોર્મન્સ કર્યું હતું કે જજોને પણ તેમની આંખો પર વિશ્વાસ નહોતો થયો. જજોએ તો ગોલ્ડન બઝર દબાવીને તેમના આ તગડા ડાન્સ પર મહોર મારી હતી સાથે જ ત્યાં હાજર દર્શકોએ પણ સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં કોઈ જ કચાશ નહોતી રાખી. V.Unbeatableના આ જૂના પર્ફોર્મન્સનો વીડિયો ફરી વાઈરલ થવા લાગ્યો છે. -