નચ બલિયે / ડાન્સ પ્રેક્ટિસમાં ઉર્વશી પર બૉયફ્રેન્ડે ચડાવી દીધી ક્રેઇન

Aug 13,2019 4:44 PM IST

નચ બલિયે સિઝન 9માં કલાકારો ડાન્સમાં તેમની પૂરી મહેનત ઠાલવી રહ્યા છે. પ્રેક્ટિસ દરમિયાન ઘણી જોડીઓને ઈજા પણ થાય છે. હાલ શૉમાં કન્ટેસ્ટન્ટ રહેલી ઉર્વશી ધોળકિયાએ તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જેમાં ઉર્વશી તેના એક્સ અનુજ સચદેવા સાથે ડાન્સ પ્રેક્ટિસ કરી રહી છે. અને આ પ્રેક્ટિસમાં પ્રોપ્સ તરીકે ઉપયોગમાં લેવાતી રોલિંગ ક્રેઇન અનુજ ઉર્વશી પર ચડાવી દે છે, ઉર્વશીને ઘણી ઈજા પહોંચે છે. અને બાદમાં કોરિયોગ્રાફર્સ તેને ઉઠાવી લે છે. ત્યારે ઉર્વશી બેસીને દર્દથી કણસી રહે છે.