ઉજ્જૈન / ફાયર પાનને જોતા જ ટીવીની આ બોલ્ડ એક્ટ્રેસના થયા ખરાબ હાલ

Jul 12,2019 12:36 PM IST

ટીવીની બોલ્ડ એક્ટ્રેસ નિયા શર્મા હંમેશાં પોતાની બોલ્ડ અદાઓના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં તે ઉજ્જૈનમાં છે. જ્યાં મહાકાલેશ્વર મંદિરના દર્શનના ફોટોઝ સાથે નિયાએ એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જે તેના ફેન્સને ખુબ પસંદ પડી રહ્યો છે. આ વીડિયોમાં નિયા પાન ખાતી જોવા મળે છે.અને તે પણ ફાયર પાન. ફાયર પાન જોતા જ પહેલા તો નિયા ડરી જાય છે. અને મોંમા નાખવાની હિંમત કરતી નથી. પછી માંડ માંડ મોંમાં નાખી તેનો સ્વાદ લે છે. આ સમયે તેની ફ્રેન્ડ તેનો વીડિયો શૂટ કરતી હોય છે.