ડેસ્ટિનેશન વેડિંગ / બંગાળની ગ્લેમરસ સાંસદે તૂર્કીમાં બિઝનેસમેન સાથે લગ્ન કર્યા

Jun 20,2019 12:31 PM IST

એક્ટ્રેસમાંથી નેતા બનેલી નુસરત જહાંએ તેની જિંદગીની નવી શરૂઆત કરી છે. બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંએ બિઝનેસમેન નિખિલ જૈન સાથે તૂર્કીમાં લગ્ન કરી લીધા છે. જેમાં તેના પરિવારજનો સામેલ થયા હતા. લગ્નના પરિધાનમાં કપલ બેહદ ખુબસુરત લાગતુ હતુ. નુસરતે સબ્યાસાચીનો ડિઝાઈનર લહેંગા પહેર્યો હતો. કપલ 4 જુલાઈએ કોલકાતામાં રિસેપ્શન આપશે, જેમાં બંગાળી કલાકારો સહિત પોલિટિશ્યનો પણ સામેલ થશે.