ડાન્સ / ઘુંઘરુ તૂટ ગયે..પર ટાઇગરનો અમેઝિંગ ડાન્સ, રિતિકને કર્યો ડેડિકેટ

Nov 07,2019 1:08 PM IST

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ અને રિતિક રોશન સ્ટારર ફિલ્મ ‘વોર’; બોક્સ ઓફિસ 300 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડી દીધાં હતા અને 2019ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ત્યારે ફિલ્મના ગીતો પણ ચાર્ટબીટ પર ટોચ પર રહ્યાં હતા. વોરનું ગીત ઘુઘરું તૂટ ગયે ખુબ જ હીટ રહ્યું, જેમાં રિતિક અને વાણી કપૂર જોવા મળ્યા હતા. હવે આ ગીત પર ટાઈગર શ્રોફ ડાન્સ કરતો નજર આવ્યો. જેનો વીડિયો ટાઈગરે સોશિયલ મીડિયા શેર કર્યો છે. તેમણે વીડિયો શેર કરીને લખ્યું કે, આ મારા હીરો અને તેમની હીરોઈન માટે છે.