ડાન્સ / ટાઈગર શ્રોફે આલિયા ભટ્ટ સાથે સુપર પાવર ડાન્સ કર્યો, ફેન્સ પણ કન્ફ્યૂઝ થયા

Jun 09,2019 6:09 PM IST

ટાઈગર શ્રોફે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અપલોડ કરેલો આ અજીબોગરીબ ડાન્સનો વીડિયો જોઈને તેના ફેન્સ પણ થોડીવાર તો કન્ફ્યૂઝ થઈ ગયા હતા. આલિયા ભટ્ટ સાથે કરેલા આ સુપર પાવરવાળો સોલિડ ડાન્સ 12 લાખ કરતાં પણ વધુ લોકોએ જોયો હતો. બંને સ્ટાર્સ આ વીડિયોમાં ગજબની એનર્જી સાથે પર્ફોર્મ કરતા જોવા મળ્યા હતા. આ બંનેનો આવા વાઇસેવર્સા ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. ટાઈગરે આને શેર કરીને કેપ્શનમાં આલિયા ભટ્ટ, ફરાહ ખાન અને પુનિત મલ્હોત્રાને ટેગ કરીને પૂછ્યું હતું કે, જો તમારી પાસે કોઈ સુપર પાવર હોય... તો એ શું હશે?