અદભૂત / 43 વર્ષની સુસ્મિતા સેનની જબરદસ્ત ફિટનેસ, બેક ફ્લિપનનો વીડિયો વાઇરલ

Jul 10,2019 4:40 PM IST

એક્ટ્રેસ સુષ્મિતા સેન તેની ફિટનેસના કારણે અત્યારે ચર્ચામાં છે. 43 વર્ષની ઉંમરે સુષ્મિતા સેન જે રીતે પોતાને ફિટ રાખે છે અને એક્સરસાઈઝ કરે છે તે પ્રશંસનિય છે. એક વાર ફરી સુષ્મિતા સેને જિમનો બેક ક્લિપ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં બેક ફ્લિપ મારતા પાવર રિંગની એક્સરસાઈઝ કરતા તે જોવા મળી છે. વીડિયો શેર કરતી વખતે એક્ટ્રેસે લખ્યું છે કે, કંટ્રોલ ખાલી ભ્રમ છે, બેલેન્સ રિયલ છે.