ડાન્સ / બૉલિવૂડના રેટ્રો સોંગ પર ક્લબમાં નાચી સોનમ, પતિએ શેર કર્યો વીડિયો

Apr 16,2019 3:57 PM IST

બૉલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર પોતાના પતિ આનંદ આહૂજા સાથે દિલ્હીમાં સમય વીતાવી રહી છે. સોનમ કપૂરનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે મિથુન ચક્રવર્તીના સોંગ જીમ્મી જીમ્મી પર ક્લબમાં ડાન્સ કરી રહી છે. વીડિયો દિલ્હીના એક ક્લબનો છે. આનંદ આહૂજાએ આ વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. ત્યારે સોનમે મોનોક્રોમ આઉટફીટ પહેર્યું હતુ.