બિગ બોસ 13 / ફિનાલે પહેલા દીપિકાએ કન્ટેસ્ટન્ટ્સને બિગબોસ હાઉસ બહાર કરાવી ફિલ્મસીટીની રાઇડ

Jan 11,2020 12:26 PM IST

દીપિકા પાદુકોણ ફિલ્મ ‘છપાક’;નું પ્રમોશન કરવા બિગ બોસ હાઉસ ગઈ હતી. જ્યાં કન્ટેસ્ટ્ન્ટ્સને એક ટાસ્ક આપ્યો અને જીતનારી ટીમને ઘરની બહાર મુંબઈ ફિલ્મસીટીની રાઇડ કરાવી હતી. આ કન્ટેસ્ટ્ન્ટ્સમાં શહેનાઝ, આરતી, શેફાલી, વિશાલ અને મધુરિમા હતા. જેમણે ખુલી જીપમાં દીપિકા સાથે ઘરની બહારની હવાની મજા માણી હતી. આ એપિસોડ વિકેન્ડ કા વારમાં પ્રસારિત થશે.