ફિનાલે / બિગ બૉસ 13નો વિનર બન્યો સિદ્ધાર્થ શુક્લા, ફેન્સને આપ્યો વિનિંગ મેસેજ

Feb 16,2020 1:08 PM IST

અંતે સાડા ચાર મહિનાની જર્નીનો અંત આવતા બિગ બોસ 13નો વિનર આપણને મળી ગયો છે. સિદ્ધાર્થ શુક્લાએ સિઝન 13ની ટ્રૉફી જીતીને આ સિઝનનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. સિદ્ધાર્થે આ ખુશી વ્યક્ત કરતા ફેન્સ માટે એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં સપોર્ટ માટે ફેન્સનો આભાર માન્યો હતો. સિદ્ધાર્થનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.