રોમેન્ટિક / લગ્નના છ મહિના બાદ ઈટલી હનીમૂન કરવા પહોંચી એક્ટ્રેસ શ્વેતા બાસુ

Jul 09,2019 5:56 PM IST

બૉલિવૂડ અને ટીવી એક્ટ્રેસ શ્વેતા બાસુ પ્રસાદે ગયા વર્ષે રોહિત મિત્તલ સાથે લગ્ન કરી ઘર વસાવી લીધુ હતુ. લગ્ન બાદ શ્વેતા લાઇમલાઇટથી દૂર છે. ત્યારે છ મહિના બાદ તે હનિમૂન કરવા ઈટલી પહોંચી છે. જેના ફોટોઝ શ્વેતાએ તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. હનીમૂન પર શ્વેતાનો સાડીમાં બંગાળી લૂક પણ જોવા મળ્યો હતો. બોલિવૂડમાં ફિલ્મ મકડીથી ચાઈલ્ડ એક્ટર તરીકે ડેબ્યૂ કરી રાષ્ટ્રીય એવોર્ડ શ્વેતાએ પ્રાપ્ત કર્યો હતો.