સારા અલી ખાનની પર્ફેક્ટ બોડીનું રાઝ, મહેનતકશ અંદાજનો વીડિયો વાઈરલ

Jan 12,2020 9:03 PM IST

તાજેતરમાં જ સારા અલી ખાન તેની માતા અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહમ અલી ખાન સાથે વેકેશન મૂડમાં જોવા મળી હતી. સોશિયલ મીડિયામાં તેના ફોટા અને વીડિયોઝ પણ તેના ફેન્સને પસંદ આવ્યા હતા. વીડિયોઝમાં સારા અલી ખાનની પર્ફેક્ટ ફિગર જોઈને ફેન્સ પણ હેરાન રહી ગયા હતા. તેવામાં ફરી તેણે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેના વર્કઆઉટનો વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં તે ખૂબ જ ડેડીકેશન સાથે એક્સરસાઈઝ કરતી જોવા મળે છે. તેનો આ મહેનતકશ અંદાજ અને દરેક મૂવ જોઈને જ ખબર પડી જાય છે કે તે પોતાના જીમિંગ બાબતે કેટલી સજાગ છે.