હવે સલ્લુ? / બૉલિવૂડમાં ઘણા સેલેબ લગ્ન વિના સરોગસીથી સિંગલ પેરેન્ટ બન્યા છે

May 11,2019 10:05 AM IST

સલમાન ખાનના ચાહકો માટે એક ગૂડ ન્યૂઝ છે. રિપોર્ટ્સ મુજબ સલમાન ખાન લગ્ન પહેલા સરોગસી થકી પિતા બનવાનો વિચાર કરી રહ્યો છે. જોકે સલમાન ખાન કે તેમની ટીમ તરફથી હજુ સુધી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યુ નથી. જો સલમાન સરોગસીથી પિતા બનશે તો તે બૉલિવૂડનો એકલો એવો સ્ટાર નથી જે લગ્ન પહેલા પિતા બની રહ્યો હોય. બૉલિવૂડના ઘણાં એવા સ્ટાર્સ છે જેઓ લગ્ન પહેલા સરોગસીથી સિંગલ પેરેન્ટ બન્યા છે. જેમાં પહેલું નામ આવે તુષાર કપૂરનું. તુષાર કપૂર પણ સિંગલ પેરેન્ટ છે તેને લક્ષ્ય નામનો એક દીકરો છે જેને તુષારે સરોગસીથી જન્મ આપ્યો છે. લક્ષ્યના આવવાથી કપૂર ફેમિલિમાં ઘણો જ ઉત્સાહ જોવા મળ્યો હતો. તુષાર અને એક્તા તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લક્ષ્યના કયૂટ ફોટોઝ અને વીડિયોઝ અપલોડ કરતા રહે છે. તેવી જ રીતે ભાઈના નક્શે કદમ પર ચાલી એક્તા કપૂરે પણ માતા બનવાનું વિચાર્યું. એક્તા સરોગસીથી એક દીકરાની માતા છે. 27 જાન્યૂઆરીએ તેના દીકરાનો જન્મ થયેલો. જેની શુભકામના સમગ્ર બૉલિવૂડે એક્તાને આપી હતી. હજુ સુધી એક્તાએ તેના દીકરાનો ઓફિશિયલ ફોટો જાહેર કર્યો નથી. તેવી જ રીતે બૉલિવૂડના ફેમસ ડાયરેક્ટર કરણ જોહર પણ ટ્વિન્સ બાળકોના પિતા છે. 44 વર્ષે કરને પિતા બનવાનું વિચારેલું. અને સરોગસીનો સહારો લઈ યશ અને રૂહીના પિતા બન્યો. આમ તો બૉલિવૂડ જ નહીં હૉલિવૂડમાં પણ એવા કેટલાય કપલ છે જેઓ સરોગસીથી પેરેન્ટ્સ બન્યા છે. પણ આ એવા સ્ટાર્સ છે જેઓએ લગ્ન નથી કર્યા. અને લગ્ન પહેલા જ સરોગસીથી સિંગલ પેરેન્ટની જવાબદારી સ્વીકારી છે.