Bigg Boss 13 / શહેનાઝની પાગલપંતી પર અકડાયો સલમાન, સમજાવવા આવવું પડ્યું ઘરમાં

Jan 13,2020 10:56 AM IST

બિગ બોસ 13માં શહનાઝ ગિલે ઘરમાં ધમાલ મચાવી મૂકી છે. તેની પાગલપંતી પર શૉના હોસ્ટ સલમાન ખાને પણ તેને ફટકાર લગાવી હતી. શહનાઝે રડી રડીને ઘરનું વાતાવરણ ખરાબ કરવાની કોશિશ કરતા સલમાન ખાને ખુદ શહનાઝને સમજાવવા બિગ બોસના ઘરમાં આવવું પડ્યું હતુ. જ્યારે સલમાનના મનાવવા પર પણ શહનાઝે તેની હરકતો ચાલુ રાખી તો સલમાન તેના પર અકડાયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.