ટ્રોલ / રાનૂ મંડલનું ડરામણું મેકઓવર, રેમ્પ વૉક કરતા જ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ

Nov 18,2019 12:15 PM IST

રેલવે સ્ટેશન પર ગીતો ગાઇને ગુજારો કરતી રાનૂ મંડલ રાતોરાત સ્ટાર બની ગઈ છે. હાલમાં જ તે એક ઈવેન્ટમાં મેકઓવર સાથે રેમ્પ પર ચાલી હતી. પિંક સરારા અને હેવી જ્વેલરી સાથે રાનૂ મંડલનો ડરામણો મેકઓવર કરાયો હતો. તેના નેચરલ લૂકથી હટકે રાનૂને ઓવર મેકઅપ કરતા સોશિયલ મીડિયા પર તેના મીમ્સ બની રહ્યા છે. સંધ્યા નામની બ્યૂટિશિયને તેનો મેકઅપ કર્યો છે. જેના વીડિયો વાઇરલ થઈ રહ્યા છે.