વાઇરલ / સેલિબ્રિટી બનતા જ ફેન પર ભડકી રાનૂ મંડલ, સેલ્ફી લેવા પર ગુસ્સે થઈ

Nov 05,2019 4:19 PM IST

રેલવે સ્ટેશન પર ગીતો ગાઇને જીવન પસાર કરતી રાનૂ મંડલ હવે સેલિબ્રિટી બની ગઈ છે. પહેલા રિયાલિટી શૉમાં અને હવે હિમેશ રેસમિયાએ ફિલ્મોમાં બ્રેક આપતા રાનૂ મંડલ રાતોરાત સ્ટાર થઈ ગઈ હતી. ત્યારે હાલમાં રાનૂનો એક વીડિયો વાઇરલ થયો છે. જે એક મોલનો છે. વીડિયોમાં એક મહિલા ફેન રાનૂ મંડલ પાસે સેલ્ફીની ડિમાન્ડ કરે છે. ત્યારે રાનૂ મંડલ તેના પર ગુસ્સે થઈ જાય છે. અને મહિલાને ટચ કરવા પર ખીજાવા લાગે છે. વીડિયો કોઇએ વાઇરલ કરતા સોશિયલ મીડિયા પર ફેન્સે રાનૂ મંડલ પર નારાજગી વ્યક્ત કરી હતી. તો કોઇએ એમ પણ કહ્યું કે માણસ તેનો ભૂતકાળ જલ્દી ભૂલી જાય છે.