મિયામી / ઘૂંટણના દર્દને લઈને ફરી બ્લેક બેન્ડેજમાં જોવા મળી પ્રિયંકા

Aug 09,2019 3:16 PM IST

પ્રિયંકા ચોપરા ફેમિલિ સાથે મિયામી એરપોર્ટ પર કૂલ અંદાજમાં જોવા મળી હતી. વ્હાઇટ શર્ટ અને બ્લેક શોર્ટમાં પીસીએ બ્લેક ગોગલ્સ અને બ્લેક હેટ કેરી કરી હતી. પરંતુ તેના પગમાં બેન્ડેજ બાંધેલી હતી. એટલે કે પ્રિયંકા ઘૂંટણના દર્દથી હજુ પરેશાન છે. પ્રિયંકાની સાથે તેનું પપ્પી ડિયાના પણ હતું. પતિ નિક જોનાસ અને જેઠાણી સોફી ટર્નર સાથે પ્રિયંકા વાતો કરતી જોવા મળી હતી. જોનાસ ફેમિલિનું પોતાનું પ્લેન છે. જેમાં બેસીને આખું ફેમિલિ જોનાસ બ્રધર્સના શૉમાં પાર્ટ લેવા જાય છે.