ડાન્સ / ઘૂંટણમાં ઈજા છતાં ફિલ્મની રેપઅપ પાર્ટીમાં પ્રિયંકાએ કર્યો ધમાકેદાર ડાન્સ

Jun 12,2019 6:06 PM IST

બૉલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા હાલ તેની અપકમિંગ ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકમાં બિઝી છે, ફિલ્મનું શૂટિંગ પૂરૂ થઈ ચૂક્યુ છે. જેની ખુશીમાં ફિલ્મની પૂરી સ્ટારકાસ્ટે રેપએપ પાર્ટી પ્લાન કરી હતી. પ્રિયંકાને ઘૂંટણમાં ઈજા થઈ હોવાથી તે બેન્ડેજ બાંધીને આવી હતી. વ્હાઈટ શોર્ટ ડ્રેસ અને યલો હિલ્સમાં પ્રિયંકા ગોર્જિયસ લાગતી હતી. પ્રિયંકાએ પાર્ટીની પૂરી મજા ઉઠાવી હતી અને તેની ફિલ્મોના સોંગ પર બિન્દાસ્ત ડાન્સ કર્યો હતો. દેસી ગર્લ અને ગલ્લા ગૂડિયા પર પ્રિયંકા નાચી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયો છે.