તેલંગણા / પ્રભાસને મળવાની જીદમાં મોબાઇલ ટાવર પર ચડી ગયો ડાઈ હાર્ડ ફેન, કુદવાની ધમકી આપી

Sep 12,2019 3:01 PM IST

બાહુબલી એક્ટર પ્રભાસના ફેન્સની દીવાનગી ઘણી વખત જોવા મળી છે. હાલ તેલંગાણાના જંગમમાં પ્રભાસનો એક ડાઈ હાડ ફેન તેને મળવાના ફિતૂરમાં મોબાઇલ ટાવર પર ચડી ગયો, અને પ્રભાસ સાથે મળવાની જીદ કરવા લાગ્યો. જો વાત નહીં થાય તો પોતે ત્યાંથી કુદી જશે એવુ પણ કહ્યું. જોકે નીચેથી પોલીસ અને ગામલોકોએ તેને નીચે ઉતરવા વિનંતી કરી પરંતુ તે એકનો બે ન થયો.