રોમેન્ટિક / પતિ નિખિલ સાથે રોમેન્ટિક થઈ નુસરત, યલો અટાયરમાં આપ્યા પોઝ

Nov 16,2019 4:20 PM IST

ટીએમસી સાંસદ અને બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંએ પતિ સાથે ક્વૉલિટી ટાઇમ ગાળ્યો જેના ફોટોઝ નુસરતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. નુસરત પતિ નિખિલ જૈન સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી. ફોટોઝ સાથે નુસરતે રોમેન્ટિક કેપ્શન શેર કર્યું છે. આ ફોટોઝમાં નુસરત વેસ્ટર્ન લૂકમાં જોવા મળી હતી. નુસરતે મસ્ટર્ડ યલો અફઘાની પ્લાઝો સાથે યલો ઓવરકોટ પહેર્યો હતો. લેધર બૂટ્સ સાથે નુસરતે હૂપ ઈયરિંગ પસંદ કરી. નુસરત પતિ સાથે રોમાન્સની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.