કોલકાતા / દુર્ગા પૂજામાં પતિએ વગાડી ઢાક, નુસરતે કર્યો જોરદાર ડાન્સ

Oct 08,2019 3:22 PM IST

હાલ દેશભરમાં દુર્ગા પૂજાની ધૂમ છે. ત્યારે બંગાળી એક્ટ્રેસ અને યુવા સાંસદ નુસરત જહાં પણ દુર્ગા પંડાલમાં માતાના આશીર્વાદ લેવા પહોંચી હતી. જ્યાં તેના પતિએ ઢાક વગાડી હતી. અને ઢાકના તાલે નુસરતે ડાન્સ કર્યો હતો. રેડ એન્ડ યલો સાડીમાં નુસરતે કરેલો આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.