રૉમેન્ટિક / ચાલુ કૉન્સર્ટમાં નિક જોનાસે પ્રિયંકાને કહ્યું I Love You, જાહેરમાં જોવા મળી લવ-બૉન્ડિંગ

Sep 13,2019 11:47 AM IST

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની લવ બૉન્ડિંગ જાહેરમાં પણ ઘણી વખત જોવા મળે છે. કપલ એકબીજાને પ્રેમ કરવાનો કોઈ મોકો છોડતું નથી. હાલમાં જ નિક જોનાસે ચાલુ કોન્સર્ટમાં પ્રિયંકાને પ્રેમનો ઈઝહાર કર્યો તો દર્શકોએ પણ ચીયર કર્યું હતું. પ્રિયંકા તેની માતા સાથે ઉભી હતી. ત્યારે નિક જોનાસ ગીતો ગાતા ગાતા તેની પાસે આવે છે અને પહેલા તેની માતા સાથે હાથ મિલાવે છે અને બાદમાં પ્રિયંકા સાથે હાથ મિલાવી આઈ લવ યુ કહે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.