ટ્રોલ / બિગબૉસ ફેમ એક્ટ્રેસ નેહા પેંડસેએ ગૂપચૂપ સગાઈ કરી

Aug 14,2019 6:22 PM IST

બિગ બોસ 12ની સ્પર્ધક રહી ચૂકી એક્ટ્રેસ નેહા પેંડસેએ ગૂપચૂપ સગાઈ કરી લીધી છે, સુત્રો મુજબ નેહાએ 1લી જુલાઈના રોજ સગાઈ કરી હોવાનું મનાય છે. નેહા લાંબા સમયથી શર્દુલ સિંહને ડેટ કરતી હતી. નેહાએ સગાઈની ખબર ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને આપી હતી, બૉયફ્રેન્ડ શર્દુલ સિંહના પરિવારને પણ અવારનવાર નેહા મળતી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર છે. નેહા બૉયફ્રેન્ડના બર્થડે પર પણ સાથે હતી. નેહા શર્દુલ સિંહના હેવી વેઇટના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી.