સ્ટનિંગ / રિસેપ્શનમાં નેહા પેન્ડસે રોયલ બ્લૂ હાઇસ્લિટ ગાઉનમાં સ્ટનિંગ લાગી

Jan 10,2020 12:51 PM IST

ટીવી એક્ટ્રેસ નેહા પેન્ડસેના લગ્ન બાદ રિસેપ્શનના ફોટોઝ વાઇરલ થયા છે. જેને નેહાએ ખુદ તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. રિસેપ્શન ફંક્શનમાં નેહા પતિ શાર્દુલ સાથે સ્ટનિંગ અવતારમાં જોવા મળી હતી. નેહાએ રિસેપ્શનમાં સ્વપ્નિલ શિંદેના કલેક્શનનું કસ્ટમાઇઝ રોયલ બ્લૂ ગાઉન પહેર્યું હતું. હાઈ સ્લિટ બ્રોકેડ ડ્રેસમાં નેહા બેહદ સુંદર લાગતી હતી. આ લૂક સાથે નેહાએ સિમ્પલ ડાયમંડ નેકલેસ પહેર્યો હતો. સાથે બન હેર સ્ટાઇલ બનાવી હતી. લાઇટ મેકઅપ સાથે રેડ લિપસ્ટિકમાં નેહા ગોર્જિયસ લાગતી હતી.