ઈમોશનલ / નેહા કક્કડે 'લોરી સુના ફિર સે' ગાયું, શબ્દો ને સૂર સાંભળીને આંખો ભીની થઈ જશે

May 12,2019 7:06 PM IST

બોલિવૂડની લોકલાડીલી સિંગર નેહા કક્કડ પોતાના સૂમધૂર અવાજ અને અનોખા અંદાજ માટે જાણીતી છે. નેહાનાં ઘણાં બધાં ગીતો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં રહે છે. એમાંનું એક ગીત છે લોરી સુના ફિરસે, આ ગીત નેહાએ મધર્સ ડે નિમિત્તે તેના ભાઈ ટોની કક્કડ સાથે ગાયું હતું. આ ગીતના લિરિક્સ અને તેમાં મ્યૂઝિક તેના ભાઈ ટોનીના છે તો સાથે જ તેની બહેન સોનુનો પણ ફાળો હતો. આ ગીત સાંભળનાર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ જાય છે. ગીતના શબ્દો અને સૂર કોઈને પણ પોતાની માની યાદ અપાવી દે છે. નેહા કક્કડે 2106માં બનાવેલું આ ગીત આજે પણ તેના ફેન્સની પહેલી પસંદ છે. અત્યાર સુધીમાં આ ગીત અંદાજે 20 કરોડ લોકોએ છેલ્લા 3 વર્ષમાં જોયું છે. તો સાથે જ આજે પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર નેહાએ તેની માતાનો ફોટો શેર કરીને ઈમોશનલ મેસેજ પણ લખ્યો હતો, જેમાં તેણે લખ્યું હતું કે એ લોકો કિસ્મતવાળા હોય છે જેમની પાસે માતા હોય છે.