યોગ ડે / પિંચ મયુરાસન કરી મૌની રોયે શેર કર્યો વીડિયો, કઠીન આસન કરવું ઘણું જ મુશ્કેલ

Jun 20,2019 6:11 PM IST

ટીવીની નાગિન બની દર્શકોના દિલો પર રાજ કરનાર એક્ટ્રેસ મૌની રોય હાલ પોતાના યોગાસનને લઈને વાહવાહી મેળવી રહી છે. મૌની રોય હેલ્થ અને ફિટનેસને લઈને સર્તક રહે છે એટલે જ ઈન્ટરનેશનલ યોગ ડેના તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે પિંચ મયુરાસન કરતી જોવા મળી રહી છે. આ આસન બધા કરી શકે તેટલુ સરળ નથી, મૌની તેના હાર્ડ વર્ક આઉટના વીડિયો અને ફોટોઝ હંમેશાં શેર કરતી રહે છે. આ વીડિયો પર તેના ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે.