માલદીવ્સ / મૌનીનો મસ્તમૌલા અંદાજ, બ્લૂ દરિયા સામે વ્હાઇટ બ્યૂટી ખીલી ઉઠી

Feb 13,2020 1:17 PM IST

મૌની રોય તેના ગ્લેમરસ અંદાજથી વારંવાર ચર્ચામાં રહે છે. ક્યારેક તેની ફેશન સેન્સ તો ક્યારેક તેના ગ્લેમરસ લૂકના કારણે ફેન્સમાં છવાયેલી રહે છે. હાલમાં તે માલદીવ્સમાં વેકેશન એન્જોય કરી રહી છે. કુદરત વચ્ચે બેસીને બંગાળી ગીતો ગાઈ મૌનીએ તેનો ક્વૉલિટી ટાઇમ પસાર કર્યો હતો. વ્હાઇટ કોસ્ચ્યૂમમાં મૌનીની બ્યૂટી વધારે ખીલી ઉઠી હતી. જેના ફોટોઝ અને વીડિયોઝ તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે.