• Home
  • Gujarati Videos
  • Entertainment
  • madhuri-dixit-royal-traditional-look-devdas-to-kalank-all-time-hit,દેવદાસથી લઈને કલંક સુધી, હીટ રહ્યો માધુરીનો રૉયલ લૂક

એવરગ્રીન / દેવદાસથી લઈને કલંક સુધી, હીટ રહ્યો માધુરીનો રૉયલ લૂક

Apr 18,2019 11:49 AM IST

બોલિવૂડની ડાન્સિંગ દિવા અને ખુબસુરત અદાકારા એવી માધુરી દીક્ષિતને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની ધકધક ગર્લ કહેવામાં આવે છે. માધુરીનો આ જાદૂ ફરી એકવાર ફિલ્મ કલંકમાં જોવા મળશે. ફિલ્મમાં સૌથી વધુ એટ્રેક્ટીવ રહ્યો હોય તો તે માધુરીનો ટ્રેડિશનલ અવતાર છે. માધુરીએ તેની કરિયરમાં ઘણાં રોલ પ્લે કર્યા. યંગ માધુરી તેના કર્લી હેર અને મોર્ડન આઉટફીટમાં ઘણી ફેમસ રહી. પરંતુ લગ્ન બાદના કરિયરની વાત કરવામાં આવે તો માધુરીનો રોયલ ટ્રેડિશનલ લૂક વધુ છવાયો. 1999માં લગ્ન બાદ માધુરીએ ફિલ્મ દેવદાસમાં કામ કર્યું જેમાં તેનો ટ્રેડિશનલ અટાયર ફેશન સ્ટેટમેન્ટ બની ગયું. દેવદાસ બાદ માધુરીએ મોટો બ્રેક લઈ અમેરિકા શિફ્ટ થઈ ગઈ. અને 2007માં ફિલ્મ આજા નચ લેથી કમબેક કર્યું. ફિલ્મનું ટાઇટલ સોંગ જબરદસ્ત હીટ રહ્યુ, ગીતમાં માધૂરીનો લૂક અને બ્લૂ એન્ડ બ્લેક લહેંગા વધુ ડિમાન્ડમાં રહ્યો. 2013માં માધુરીએ યે જવાની હૈ દિવાનીમાં સ્પેશિયલ ડાન્સ નંબર કર્યું. અને આ ઘાઘરા સોંગ સાથે જ માધુરીનું ડ્રેશઅપ પણ એટલુ જ ચર્ચામાં રહ્યું. 2014માં તે દેઢ ઈશ્કિયામાં બેગમના રોલમાં આવી. જેના લૂક અને ડ્રેસઅપના ખુબ વખાણ થયા. ગયા વર્ષે માધુરી એક મરાઠી ફિલ્મ બકેટ લિસ્ટમાં હોમમેકર તરીકે જોવા મળી. તો હવે ફરી એકવાર માધુરી તેના રોયલ લૂકથી કલંકમાં છવાઈ છે.