• Home
  • Gujarati Videos
  • Entertainment
  • Loksabha election effect on films,લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે મેગાબજેટ ફિલ્મ 'કલંક'ને કેટલી થશે અસર?

અસર / લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે મેગાબજેટ ફિલ્મ 'કલંક'ને કેટલી થશે અસર?

Apr 17,2019 12:04 PM IST

દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ છે. ચોતરફ મતદાનની ચર્ચા છે, ઘરે ઘરે અને ગલ્લે ગલ્લે માત્ર ચૂંટણીલક્ષી વાતો જ થઈ રહી છે, એટલુ જ નહીં બોલિવૂડમાં પણ પોલિટિક્સની અસર વર્તાઈ રહી છે, ત્યારે ઈલેક્શનની અસર ફિલ્મો પર પણ પડી રહી છે, ચૂંટણી માહોલ અને આઈપીએલ વચ્ચે ગયા અઠવાડિયે ફિલ્મોએ ખુબ ઓછો બિઝનેસ કર્યો હતો, તો આ અઠવાડિયે રિલીઝ થઈ રહેલી મેગા બજેટ ફિલ્મ કલંકને પણ નુકસાનનો સામનો કરવો પડી શકે છે. વરિષ્ઠ પત્રકાર કુમાર મોહનનું માનવું છે કે ફિલ્મોનો બિઝનેસ 70% ઘટી ચૂક્યો છે. લોકો થિયેટર તરફ જવાનું ટાળી રહ્યા છે. ચૂંટણી વચ્ચે ફિલ્મ પહેલા વિકેન્ડમાં 30 ટકા પણ બિઝનેસ પણ કરી શકતી નથી. જોકે ફિલ્મ કલંકનું એડવાન્સ બુકિંગ એક અઠવાડિયા પહેલાં જ શરૂ થઇ ગયુ છે. જો પહેલાં અઠવાડિયામાં કલંક ફેન્સને પોતાની તરફ આકર્ષિક કરી લે તો વાંધો નહીં આવે નહીતર ચૂંટણી માહોલની અસર ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પર જરૂર જોવા મળશે. લોકો સિનેમાઘરો તરફ ત્યારે જાય છે જ્યારે તેમને એન્ટરટેનમેંટની જરૂર હોય છે. આ ચૂંટણી માહોલ લોકોને ઘરે બેઠા એન્ટરટેન કરે છે. રાજકીય પાર્ટીઓની નિવેદનબાજી, જોક્સ, હંસી મજાક અને એકબીજા પર થતાં કટાક્ષો દર્શકોને રોજ નવુ નવું એંટરટેનમેંટ પુરુ પાડે છે. આ કારણે જ લોકો સિનેમાઘરોની તરફ જતા નથી, જેની અસર ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન પર સ્પષ્ટ જોવા મળે છે. હવે જોવાનું એ છે કે કલંકની સ્ટ્રોંગ સ્ટારકાસ્ટ, ધમાકેદાર ટ્રેલર, અને ધારદાર પ્રમોશન તેના ફેન્સને થિયેટર સુધી લાવવામાં કેટલું સફળ રહે છે. કે પછી ચૂંટણીના માહોલમાં આ ફિલ્મ પણ ખોવાઈ જશે. એ તો આવનારો સમય જ કહેશે.