લેકમે ફેશન વીક / રકુલ, નેહા અને દબંગ ગર્લને છોડી રેમ્પ પર છવાઈ ગઈ સની લિયોની

Feb 13,2020 2:37 PM IST

Lakme Fashion Week 2020 શરૂ થઈ ગયું છે. 12થી 16 ફેબ્રુઆરી સુધી આ ફેશન શૉ ચાલશે, પહેલાં દિવસે સની લિયોની, અનન્યા પાંડે, રકૂલ પ્રીત સિંહ, સાંઈ માંજરેકર અને નેહા ધૂપિયા રેમ્પ પર ઉતર્યા હતા. નેહા ધૂપિયાએ INIFD Launchpad માટે વૉક કર્યું હતું. બ્લેક ડ્રેસ અને લેધર બૂટમાં નેહા સ્ટાઇલિશ લાગી હતી. રકુલ પ્રીત સિંહ બૉસ લૂકમાં ડિફરન્ટ લાગી હતી. દબંગ 3 ફેમ સાંઈ માંજરેકર બ્લેક શૉર્ટ ડ્રેસમાં છવાઈ ગઈ. તો સૌથી ડિફરન્ટ લાગી સની લિયોની. ડિઝાઇનર સ્વપનિલ શિંદેના શૉમાં સ્ટૉપર બની હતી. સનીનો આ લૂક ફર્સ્ટ ડેનો સૌથી અટ્રેક્ટિવ લૂક રહ્યો હતો.