સેલિબ્રેશન / કરીના કપૂરના ભાઈ અરમાન જૈને ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી

Sep 10,2019 1:56 PM IST

બૉલિવૂડ સુપરસ્ટાર કરીના અને કરિશ્મા કપૂરના કઝિન ભાઈ અરમાન જૈને પોતાની લાંબા સમયની ગર્લફ્રેન્ડ અનીસા મલ્હોત્રા સાથે સગાઈ કરી લીધી છે. આ સેલિબ્રેશનના ફોટોઝ અને વીડિયો અરમાને તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. જેને ફેન્સ પસંદ કરી રહ્યા છે. પ્રપોઝલ સમયે અરમાનની ગર્લફ્રેન્ડ ભાવુક થઈ ગઈ હતી. અરમાન જૈને 2014માં હમ દીવાના દિલથી ડેબ્યૂ કર્યું હતુ. જોકે ફિલ્મ ફ્લોપ જતાં તે ફરી કોઈ ફિલ્મમાં દેખાયો નથી.