ફોટોશૂટ / નઝમ-એ-ઈત્રના ગ્રે શેડ લહેંગામાં કરીનાએ ઉડાવ્યા ફેન્સના હોંશ

Sep 12,2019 7:08 PM IST

ઝી ટીવીના ડાન્સ શૉ ડીઆઈડી 7ની જજ કરીના કપૂર ખાન હાલ તેના ડ્રેસિંગને લઇને અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે એક નઝમ-એ-ઈત્ર લહેંગામાં ફોટોશૂટ કરાવ્યું, જેમાં તે બેહદ સુંદર લાગતી હતી. ગ્રિનિશ ગ્રે શેડ લહેંગામાં કરીનાએ તેના ફેન્સના હોંશ ઉડાવ્યા હતા. ઈન્સ્ટાગ્રામ પર તેના આ ફોટોઝ ખુબ જ વાઇરલ થયા છે.