પાર્ટી / હૉલિવૂડ સિંગર કેટી પેરી માટે કરન જોહરે આપી પાર્ટી, એશ્વર્યાથી લઈ આલિયા સુધીના સેલેબ આવ્યા

Nov 15,2019 3:08 PM IST

બૉલિવૂડમાં કરન જોહર પાર્ટી કિંગ તરીકે ઓળખાય છે. તે કોઇના કોઈ કારણે પોતાના ઘરે હાઉસ પાર્ટી રાખતો જ હોય છે. આ વખતે કરને હૉલિવૂડની ટોપ સિંગર કેટી પેરી માટે શાનદાર પાર્ટી યોજી. જેમાં એશ્વર્યા, અનુષ્કાથી લઈ આલિયા, શનાયા, અનન્યા સુધીના સ્ટાર્સ આવ્યા હતા. કેટી મુંબઈના ડિવાઈ પાટીલ સ્ટેડિયમમાં આયોજીત મ્યૂઝિક ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરવા ભારત આવી હતી.