વેડિંગ / કામ્યાએ પતિ અને સાવકા દીકરા સાથે ભાંગડા કર્યા, જુઓ રિસેપ્શનમાં કોણ આવ્યું

Feb 12,2020 4:54 PM IST

ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ સોમવાર (10 ફેબ્રુઆરી)એ શલભ ડાંગ સાથે લગ્ન કર્યાં હતાં. બીજા દિવસે વેડિંગ રિસેપ્શન આપવામાં આવ્યું હતું. આ રિસેપ્શનની તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. કામ્યા ગ્રીન લહેંગા ચોલીમાં ઘણી જ સુંદર લાગતી હતી. રિસેપ્શનમાં કામ્યાએ મહેમાનો તથા પતિ શલભ સાથે મનમૂકીને ડાન્સ કર્યો હતો. કામ્યાએ દીકરી આરા સાથે તથા સાવકા દીકરા ઈશાન સાથે પણ ડાન્સ કર્યો હતો.