ડેટિંગ / તો શું આ એક્ટ્રેસને ડેટ કરે છે સ્ટાર ક્રિકેટર જસપ્રીત બુમરાહ?

Jun 11,2019 5:46 PM IST

સ્ટાર ક્રિકેટર જસપ્રીત બુમરાહ આજકાલ ક્રિકેટ અને તેની લવ લાઇફને લઈને ચર્ચામાં છે. ઈન્ડિયન બૉલર જસપ્રિત બુમરાહને સાઉથની એક્ટ્રેસે ક્લિન બૉલ્ડ કર્યો છે. જેનું નામ છે અનુપમા પરમેસવરન. મલયાલમ એક્ટ્રેસ અનુપમા પરમેસવરન સાથે બુમરાહનું નામ જોડાયું છે. સુત્રો મુજબ બુમરાહ-અનુપમા એકબીજાને ડેટ કરી રહ્યા છે. બુમરાહ અનુપમાને ટ્વિટર પર ફોલો કરે છે, આ પહેલા બુમરાહે કોઈ એક્ટ્રેસને ફોલો નથી કરી. અનુપમા પરમેસવરને 2015માં મલયાલમ ફિલ્મ પ્રેમમથી ડેબ્યૂ કરેલું. 2016માં તેલુગુ ફિલ્મમાં એન્ટ્રી કરી. હાલ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે Dulquer Salmaanના પ્રોડક્શનમાં કામ કરે છે.