મદદ / ભૂખી બાળકી પર જાહન્વીને આવી દયા, મીડિયાના કેમેરા બંધ કરાવ્યા

Nov 08,2019 12:41 PM IST

બૉલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂરના દયાળુ સ્વભાવનો પરિચય ઘણી વખત મીડિયા સામે થયો છે. કંઇક એવો જ વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો એટલા માટે ખાસ છે કારણકે જાહન્વી મદદ કરવા સમયે મીડિયાકર્મીઓને પોતાના કેમેરા બંધ કરવા જણાવે છે. એક ભૂખી બાળકી જાહન્વી પાસે આવીને ખાવાનુું માગે છે ત્યારે બોની કપૂરની આ લાડલી તેને સાથે લઈ જાય છે. અને બિસ્કિટનું પેકેટ આપે છે. ત્યારે મીડિયાને લાઇટ કેમેરા બંધ કરી દેવાનું કહે છે.