ઈશ્ક છલિયા ગીત પર ક્લબમાં કરણ દેઓલ અને સાહેર ઝૂમ્યાં

Sep 09,2019 4:21 PM IST

ફિલ્મ પલ પલ દિલ કે પાસનું ઈશ્ક છલિયા સોન્ગ આજે રિલીઝ કરાયું હતું. સની દેઓલના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મથી તેમનો પુત્ર કરણ દેઓલ બોલિવૂડમાં એન્ટ્રી કરી રહ્યો છે. કરણ દેઓલ અને સાહેર બામ્બા તેમની આ ડેબ્યૂ ફિલ્મના ક્લબ સોન્ગમાં એકબીજા સાથે થિરકતાં જોવા મળ્યાં છે. ફિલ્મના આ સોન્ગની કેટલાક ડાન્સ મૂવ્સમાં તો કરણની અંદર સની દેઓલની ડાન્સિંગ સ્ટાઈલની પણ ઝલક જોઈ શકાય છે. આ ફિલ્મ 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે.