ગોર્જીયસ / પ્રેગ્નેન્ટ સમીરા રેડ્ડીએ ફરી કર્યું હિંમતવાળું કામ, નો મેકઅપ લૂક શૉ કર્યો

Jul 11,2019 5:27 PM IST

એક્ટ્રેસ સમીરા રેડ્ડી હાલ તેની પ્રેગ્નેન્સીને એન્જોય કરી રહી છે. હાલ તેને નવમો મહિનો ચાલી રહ્યો છે. સમીરા બીજી વાર મા બનવા જઈ રહી છે. તેણે તાજેતરમાં જ અંડર વોટર શૂટ કરાવીને સૌકોઈને ચોંકાવી દીધા હતા. તેણે એક વાર ફરી હિંમતવાળું કામ કર્યું છે. સમીરાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો વીડિયો શેર કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે અલગ અલગ અંદાજમાં જોવા મળી છે. વીડિયોમાં તેનો નો મેકઅપ લૂક છે. અને બેકગ્રાઉન્ડમાં તેનો અવાજ સંભળાઈ રહ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું, આ વાસ્તવમાં હું છું. લગભગ બેબી બર્થ માટે તૈયાર