એવરગ્રીન / સલમાન-માધુરીએ ‘પહેલા પહેલા પ્યાર હૈ’ સોન્ગને રિક્રિએટ કર્યું

Aug 11,2019 9:49 AM IST

ફિલ્મ હમ આપકે હૈ કોન;ના રિલીઝને 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ફિલ્મ નિર્માતાઓએ મુંબઈ સ્થિત લિબર્ટી સિનેમામાં આ ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. 5 ઓગસ્ટ 1994માં આ જ લિબર્ટી સિનેમામાં પ્રિમિયર યોજાયું હતું જે બાદ આજે ફરી એજ મોમેન્ટ સર્જવામાં આવી હતી. આ ફેમિલી ફિલ્મમાં લીડ ભૂમિકા સલમાન ખાન અને માધુરી દીક્ષિતે ભજવી હતી. જેમાં સલમાને પ્રેમનો અને માધુરીએ નિશાનો રોલ ભજવ્યો હતો. આ પ્રસંગે આ બંને સ્ટારકાસ્ટે પણ તે સમયે સુપર હીટ થયેલ સોન્ગ પહેલા પહેલા પ્યાર હૈ ને સ્ટેજ પર રિ-ક્રિએટ કર્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ પ્રસંગે ફિલ્મ સાથે જોડાયેલા અનેક લોકો પણ હાજર રહ્યા હતા. આ ફિલ્મનું ડિરેક્શન સૂરજ બડજાત્યાએ કર્યું હતું.