દેશી ગર્લ્સ / વિવાદો વચ્ચે પ્રિયંકા-નિક સાથે જોવા મળી હિના ખાન, હુમા કુરેશીએ નિકને કહ્યું 'જીજૂ'

May 20,2019 5:28 PM IST

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ટીવી એક્ટ્રેસ હિના ખાને હિટ ડેબ્યૂ કર્યું, જેના ફોટો પર એક એડિટરે કમેન્ટ કરતા હિનાએ તેનો કરારો જવાબ પણ આપ્યો અને તે એડિટરે હિનાની માફી માગવી પડી હતી. હિના ખાને રેડ કાર્પેટ પર કોન્ફિડન્સથી વૉક કર્યુ હતુ. જે બાદ તેણે એક તસવીર તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે જેમાં પ્રિયંકા ચોપરા, નિક જોનાસ, હુમા કુરેશી અને ડાયના પેન્ટી છે. હિનાએ નિક અને પ્રિયંકા સાથે સારો ટાઇમ સ્પેન્ડ કર્યો. તેની આ ફોટો પર હુમા કુરેશીએ પણ કમેન્ટ કરી અને નિક જોનાસને જીજૂ કહી સંબોધ્યો હતો. અને તેને દેશી ગર્લ્સ પાવર ગણાવ્યો હતો.