સુપર્બ / બ્લેક શિમરી બેકલેસ ગાઉનમાં હિના ખાનનો ગ્લેમરસ લૂક, નો એસેસરીઝમાં લાગી મસ્ત

Nov 08,2019 12:46 PM IST

ટીવીની સૌથી પોપ્યુલર એક્ટ્રેસ હિના ખાન પોતાના સ્ટાઇલથી હંમેશાં સેન્ટર ઓફ અટ્રેક્શન રહે છે. હાલમાં જ એક ઈવેન્ટમાં હિના બ્લેક શિમરી બેકલેસ ગાઉનમાં આવી હતી. પફી સ્લીવ અને આગળથી પેક નેક ગાઉનમાં હિના ગોર્જીયસ લાગતી હતી. હિનાએ આ ગાઉનને એટ્રેક્ટ કરવા નો એસેસરીઝ કેરી કરી હતી. જેની સાથે લાઇટ મેકઅપ અને રેડ લિપસ્ટીક લગાવી હતી. સાઇડ પાર્ટ ટાઇટ બન અને શિમરી લાઇટ આઇશેડોમાં હિનાનો આ લૂક એકદમ પર્ફેક્ટ હતો.