ધમાકેદાર / એક્શન, સસ્પેન્સ અને થ્રીલ પેક્ડ ‘ચીલઝડપ’નું ટ્રેલર રિલીઝ

Aug 12,2019 4:35 PM IST

ગુજરાતી ફિલ્મ ચીલઝડપ;નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. ટ્રેલરની શરૂઆત જીમિત ત્રિવેદીના વોઈસ ઑવરથી થાય છે. અને તેઓ જ શરૂ કરે છે સ્ટોરી ધ ગેન્ગસ્ટર. જેમાં એક્શન છે. ધમાલ છે. સ્ટંટ છે. પોલીસ છે. ગુનેગાર છે. અને તેની આસપાસ ગુંથાયેલી રહસ્યોથી ભરેલી કહાની છે. ફિલ્મમાં ટ્વિસ્ટ પણ છે અને દાવપેચ પણ. ખૂન પણ થાય છે અને કૉમેડી પણ. ઈન શોર્ટ ફિલ્મ એક કમ્પ્લીટ એન્ટરટેઈનર લાગી રહી છે. જીમિત ત્રિવેદીની સાથે આ ફિલ્મમાં જાણીતા અભિનેતા રાગી જાની અને હરિક્રિષ્ન દવે, જીતેન્દ્ર ઠક્કર પણ છે. તો આ ફિલ્મમાં સાવધાન ઈન્ડિયા ફેમ સુશાંતસિંહ પણ દેખાશે. સૂત્ર દ્વારા મળતી માહિતી પ્રમાણે ફિલ્મ જાણીતા ગુજરાતી નાટક પરથી બની રહી છે. ચીલઝડપ એક થ્રીલર કોમેડી ફિલ્મ છે. જેનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. મુંબઈ અને સિધપુરમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે.