મુંબઈ / 11 વર્ષમાં પહેલી વાર લાલ બાગચા રાજાના દર્શને ગયો આયુષ્માન ખુરાના

Sep 05,2019 4:14 PM IST

મુંબઈના લાલ બાગચા રાજાના દર્શને લગભગ બૉલિવૂડના તમામ સેલેબ્સ માથુ ટેકવવા પહોંચે છે. ત્યારે આયુષ્માન ખુરાના પણ પોતાની ટીમ સાથે ગણપતિના દર્શને પહોંચ્યો હતો. અને પોતાની આગામી ફિલ્મ રિલીઝ માટે બાપ્પાના આશિર્વાદ લીધા હતા. તેની સાથે એક્તા કપૂર અને નુસરત બલુચા પણ હતા. આયુષ્માન 11 વર્ષથી મુંબઈમાં રહે છે, પરંતુ પહેલીવાર લાલ બાગચા રાજાના દરબારમાં પહોંચ્યો હતો અને બાપા સામે શિશ ઝુકાવ્યું હતુ.