કૉન્સર્ટ / લેડી ગાગાને બાથ ભરતા જ સ્ટેજ પરથી ગાગાને લઇને પડ્યો ફેન

Oct 21,2019 1:10 PM IST

અમેરિકાના લાસ વેગાસમાં હૉલિવૂડ સેલિબ્રિટી લેડી ગાગાનો મ્યૂઝિક કૉન્સર્ટ હતો. જેમાં ગાગા સ્ટેજ પર પર્ફોર્મન્સ આપી જ રહી હતી કે એક ફેને સ્ટેજ પર આવવાની વિનંતી કરી. ગાગાએ તેને પરમિશન પણ આપી, અને ફેન સ્ટેજ પર આવી ગાગાને ભેટી પડ્યો અને ડાન્સ કરવા લાગ્યો કે તરત જ તેનું સંતુલન બગડ્યું. અને તે ગાગાને લઈને સ્ટેજ પરથી નીચે પડ્યો. જોકે ગાગાએ થોડી જ વારમાં કહ્યું કે કંઈ નથી થયું. અને બંને ફરી સ્ટેજ પર ચડી ગયા અને ડાન્સ કરવા લાગ્યા.