સગાઈ / ‘યે જવાની હૈ દિવાની’ ફેમ એવલિને BF સાથે કરી સગાઈ, લિપ લોક ફોટોથી કર્યું એનાઉન્સમેન્ટ

Oct 09,2019 2:19 PM IST

ફિલ્મ સાહો અને યે જવાની હૈ દિવાનીમાં દેખાઈ ચૂકેલી એક્ટ્રેસ એવલિન શર્માએ તેના બૉયફ્રેન્ડ તુશાન ભીન્ડી સાથે ગૂપચૂપ સગાઈ કરી લીધી છે. એવલિનનો બૉયફ્રેન્ડ તુશાન ભીંડી એક ડેન્ટિસ્ટ છે. અને ફાઇનલી તે ઓસ્ટ્રેલિયામાં સેટ થવા માગે છે. એવલિને તેની સગાઈના કેટલાંક ફોટોઝ શેર કર્યા છે. જેમાં એક લિપલોકની તસવીર છે. આ તસવીરથી એવલિને તેની સગાઈનું એનાઉન્સમેન્ટ કર્યું હતુ.