અજીબોગરીબ / આ ડ્રેસ જેને પણ જોયો તેની આંખો ચકરાવે ચડી ગઈ

May 20,2019 5:07 PM IST

ફ્રેન્ચ મોડલ અને એક્ટ્રેસ ઈવા ગ્રીન હાલમાં ડિઝ્નીના ડંબો પ્રીમિયરને અટેંડ કરવા પહોંચી હતી. આ દરમિયાન રેડ કાર્પેટ પર તે ખૂબ જ વિચિત્ર ડ્રેસમાં જોવા મળી. પ્રીમિયરમાં ઈવા આઇરિસ વેન હર્પેન દ્વારા ડિઝાઇન કરેલ વ્હાઇટ અને બ્લેક ડ્રેસમાં પહોંચી હતી. જેની ડિઝાઈન અને લુક એકદમ ડિફરન્ટ હતા. ઈવાના આ ડ્રેસને ત્યાં લોકો જોતા જ રહી ગયા. ઈવાનો આ ડ્રેસ ટ્રાન્સપરેન્ટ હોવાની સાથે-સાથે પઝલ ગેમ જેવો હતો. જેમાં ઘણી બધી બ્લેક લાઈન્સ હતી. જોકે ઈવા આ ડ્રેસમાં ખૂબજ ગ્લેમરસ અને સુંદર લાગી રહી હતી. ડ્રેસની સાથે તેને હાઇ બન, મિનિમલ મેકઅપ અને ડાર્ક રેડ લિપસ્ટિક કરી હતી. આ વિચિત્ર ડ્રેસના કારણે ઈવા ગ્રીન લાઇમલાઇટમાં રહી હતી.