વાઈરલ વીડિયો / દિશા પટણીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલ વીડિયો જોઈ ટાઈગર શ્રોફ ચિંતામાં મુકાયો, લખ્યું ’આરામથી’

Apr 19,2019 7:12 PM IST

દિશા પટણીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. જેમાં તે પ્રોફેશનલ ટ્રેઈનરની મદદથી બેક ફ્લિપ કરતી દેખાય છે. વીડિયો વાઈરલ થતાં ટાઈગર શ્રોફ ચિંતામાં મુકાયો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર કમેન્ટ કરતાં લખ્યું કે ;આરામથી;.. ઉલ્લેખનીય છે કે, ટાઈગર - દિશા બંને ડાન્સ અને એક્શનના ચાહક છે અને અવારનવાર પોતાના વીડિયો સોશિયલ મીડિયામાં મુકી ચાહકો સાથે સંપર્કમાં રહે છે.