વાઇરલ / ખુરશી નીચે ઑસ્કાર ટ્રોફી છૂપાવતા કેમેરામાં કેદ થયા હૉલિવૂડ ડાયરેક્ટર તાયકા વેટિટી

Feb 12,2020 1:15 PM IST

Oscar 2020 એવોર્ડ સેરેમનીમાં હૉલિવૂડ ફિલ્મ પેરાસાઇટનો દબદબો રહ્યો, આ વર્ષે બેસ્ટ પિક્ચરની સાથે બેસ્ટ ડાયરેક્ટિંગનો એવોર્ડ પણ પેરાસાઇટના નામે રહ્યો, ફિલ્મ જોજો રૈબિટને બેસ્ટ એડૉપ્ટેડ સ્ક્રીનપ્લેનો એવોર્ડ આપવામાં આવ્યો. ત્યારે જીજો રૈબિટના ડાયરેક્ટર તાયકા વેટિટીનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં વેટિતી તેની ઓસ્કાર ટ્રોફી એક ખુરશી નીચે છુપાવતા કેમેરામાં કેદ થયા છે. બ્રાય લારસને તેનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. જેના પર ફેન્સ કમેન્ટ્સ કરી રહ્યા છે.